અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી સાઉથ આફ્રિકાનો T20 વર્લ્ડકપમાં પ્રવેશ

અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી સાઉથ આફ્રિકાનો T20 વર્લ્ડકપમાં પ્રવેશ

અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી સાઉથ આફ્રિકાનો T20 વર્લ્ડકપમાં પ્રવેશ

Blog Article

વેસ્ટ ઇન્ડિઝના ત્રિનિદાદ ખાતે 27 જૂને રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવી સાઉથ આફ્રિકાએ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઈનલના વિજેતાઓ સાથે તેનો ટાઈટલ માટે મુકાબલા થશે.

આ જીત સાથે સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી ટીમ પરના ચોકર્સનું કલંક હટાવી દીધું હતું.

માર્કો જાન્સેન (3/16) કાગિસો રબાડા (2/14) અને એનરિચ નોર્ટજે (2/7)એ અફઘાનિસ્તાનના ટોપ-ઓર્ડર ધ્વંસ કર્યો હતો અને તેનાથી અફઘાનિસ્તાન માત્ર 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાએ એક વિકેટ ગુમાવી 8.5 ઓવરમાં 60 રન બનાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રીઝા હેન્ડ્રીક્સે અણનમ 29 અને સુકાની એઇડન માર્કરામ અણનમ 23 રન કર્યા હતાં. T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ મુકાબલામાં 56 રન સૌથી ઓછો સ્કોર હતો.

અફઘાનિસ્તાન તરફથી કોઈ બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. તેના સિવાય એક પણ ખેલાડી ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી.

Report this page